
Vadodara Accident : વડોદરાના ગોરવા વિસ્તારમાં વોક માટે નીકળેલા બે સિનિયર સિટીઝન મિત્રોને પૂર ઝડપે પસાર થતી એક કારે અડફેટમાં લેતા બંનેને ઇજાઓ થઈ હતી.
ગોરવા લક્ષ્મીપુરા રોડ ઉપર નીલકંઠ ટેનામેન્ટમાં રહેતા રાજેશભાઈ વિશાવેએ પોલીસને કહ્યું છે કે, હું નોકરી પર હતો તે દરમિયાન મારા પત્નીએ ફોન કરીને પિતાને એક્સિડન્ટ થયો હોવાની જાણ કરી હતી. જેથી હું ગોત્રી હોસ્પિટલમાં પહોંચ્યો હતો.
આ વખતે મારા પિતા સુદામણ વિશાવે ગંભીર હાલતમાં હોવાથી વાત થઈ શકે તેમ ન હતી.
