
Vadodara News: વડોદરાના મકરપુરા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં 20 વર્ષીય યુવતીએ તેના ફ્લેટમાંથી પડતું મૂકીને આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે, જેમાં યુવતી ઉપરથી નીચે પટકાતી સ્પષ્ટ જોઈ શકાય છે.
શું છે સમગ્ર ઘટના?
મળતી માહિતી અનુસાર, મકરપુરા વિસ્તારમાં 20 વર્ષીય યુવતી કૃતિ (નામ બદલ્યું છે) પરિવાર સાથે રહેતી હતી.
