
Vadodara Purse Theft Case : વડોદરાના નિઝામપુરાની કામધેનુ સોસાયટીમાં રહેતા ભ્રાંતિબેન જીનેશભાઈ પટેલ મૂળ કેનેડાના રહેવાસી છે અને કેનેડામાં ટોરંટો ખાતે એન્જિનિયરિંગ કંપનીમાં નોકરી કરે છે. બાપોદ પોલીસ સ્ટેશનમાં તેમને ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે મારી બહેન જ્યોતિબેનના દીકરા પાર્થના લગ્ન હોય હું કેનેડાથી વડોદરા આવી હતી. 25મી તારીખે મારા ભાણેજના લગ્ન વાઘોડિયા રોડ પર ભવન્સ પાર્ટી પ્લોટ ખાતે હતા. રાત્રે 8:00 વાગે અમે જાન લઈને પાર્ટી પ્લોટ ખાતે ગયા હતા.
મારી પાસે ક્રીમ કલરનું પર્સ હતું રાત્રે 11:30 વાગે ભાણેજના લગ્ન પૂર્ણ થતા મારા ભાણેજને તેની સાસરી પક્ષ તથા સગા સંબંધીઓથી મળેલી ભેટ સોગાદો એક મરૂન કલરના પર્સમાં રાખી હતી.
