
Vadodara : વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં વોર્ડ નંબર 15માં સમાવિષ્ટ વાઘોડિયા રોડ ઉપર પરિવાર ચાર રસ્તા પાસે 10 ફૂટ ઊંડા ભુવાનું નિર્માણ થયું છે. જેના કારણે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતની પોલ ઉઘાડી પડવા પામી હતી.
સ્માર્ટ સિટી વડોદરા હવે ભુવા નગરી તરીકે પણ પ્રચલિત છે. શહેરના જુદા જુદા વિસ્તારોમાં ભુવા પડવાનો સિલસિલો આજે પણ યથાવત જોવા મળી રહ્યો છે. રોડ પર રોડ બનતા ગયા અને ભ્રષ્ટાચારના પોપડા ઉખડતા ગયા, તેમ છતાં પણ આજ દિન સુધી કોઈ યોગ્ય કામગીરી કરવામાં આવી નથી.
