
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ખોરાક શાખાની ટીમો દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં રાબેતા મુજબ ખાદ્ય પદાર્થોની તપાસ અને કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ અંતર્ગત ગઈકાલે મેમણ કોલોની આર્યુવેદિક ત્રણ રસ્તા, મકરપુરા, દુમાડ ચોકડી, સમા–સાવલી રોડ અને અલકાપુરી વિસ્તારમાં લારી, દુકાન અને રેસ્ટોરન્ટ સહિત કુલ 20 યુનિટ ખાતે આકસ્મિક ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં 16 યુનિટમાં બેદરકારી અને નિયમભંગ નોંધાયો હતો.
નિયમોનું ઉલ્લંઘન કરનાર 8 યુનિટને શિડ્યૂલ ચાર મુજબ નોટિસ પાઠવવામાં આવી હતી. તપાસ દરમિયાન મળેલા 82 કિલોગ્રામ અખાદ્ય પદાર્થોના જથ્થાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો.
