
Vadodara : વડોદરા શહેરમાં પશુપાલકો દ્વારા પોતાના ઢોરને દોહી લેવાયા બાદ એંઠવાડ ખાવા રખડતા છૂટા મૂકી દેતા હોય છે. પરિણામે રખડતા ઢોરે રાહદારીઓને શિંગડે ચડાવ્યાના બનાવો બનતા રહે છે. ત્યારે નવાપુરા વિસ્તારમાંથી ત્રણ દિવસ અગાઉ પકડેલી બે ગાય છોડાવવા આવેલા ગૌ પાલક વિરુદ્ધ પાલિકા તંત્ર દ્વારા ફરીયાદ નોંધાવતા નવાપુરા પોલીસે કાનૂની કાર્યવાહી કરી હતી.
ઉલ્લેખનીય છે કે ગૌ પાલકો પોતાના રખડતા પશુને નિયત સમયે દોહવા માટે શોધીને લઈ આવતા હોય છે. દોહી લીધા બાદ એઠવાડ ખાવા પોતાની ગાય સહિતના પશુઓને રખડતા મૂકી દેતા હોય છે.
