
Vadodara House Collpase : વડોદરાના ન્યાય મંદિર વિસ્તારમાં આજે સવારે એક જર્જરિત મકાન ધારાશાયી થતાં બેથી ત્રણ વાહન દબાયા હતા.
વડોદરાના ચાર દરવાજા તેમજ આસપાસના વિસ્તારમાં અનેક જર્જરિત મકાન આવેલા છે અને કોર્પોરેશન દ્વારા અવારનવાર નોટિસો પણ આપવામાં આવતી હોય છે. પરંતુ કોર્પોરેશન તરફથી મકાન ઉતારવા માટે નક્કર કામગીરી નહીં કરાવતી હોવાથી અવારનવાર મકાન ધરાશાયી થવાના બનાવ બનતા હોય છે.
