
Vadodara Water Shortage : વડોદરા કોર્પોરેશનની સામાન્ય સભામાં અપક્ષ કાઉન્સિલર આશિષ જોષીએ જણાવ્યું કે, મંગળવારથી ત્રણ, ચાર દિવસ શહેરના પૂર્વ વિસ્તારની અનેક પાણીની ટાંકીથી પાણી વિતરણ થશે નહીં. આપણે શટડાઉન લીધું છે પરંતુ શું હકીકતમાં શટડાઉન બેથી ત્રણ દિવસ પૂરતું જ મર્યાદિત રહેશે ? એવો સવાલ તેમણે કમિશનર સમક્ષ રજૂ કર્યો હતો.
તેમણે એમ પણ જણાવ્યું કે, અગાઉ ભૂતકાળમાં આપણે જ્યારે બેથી ત્રણ દિવસનું શટડાઉન લીધું પરંતુ તે પછી ઓછામાં ઓછા ચારથી પાંચ દિવસ સુધી પૂર્વ વિસ્તારમાં યોગ્ય પ્રેશરથી પાણી મળતું નથી અને અનેક જગ્યાએ એર આવ્યા કરે છે. આ માટે તમારે આની યોગ્ય સિસ્ટમ બનાવવી જરૂરી છે. આપણે પાણીના કામ માટે ઇજારદાર બેલજીરત્ના સોરઠીયા પર એટલા હાવી થઈ ગયા છે કે શું તે કોર્પોરેશનનો જમાઈ છે? 50 વખત તેમને નોટિસ આપવા છતાં વારંવાર તેમને એક્સટેન્શન આપવામાં આવી રહ્યું છે અને તેને બ્લેકલિસ્ટ કરાતો નથી, એનું કારણ શું છે? અત્યારે આપણે જે શટડાઉન લીધું છે તે કામ તા.
