વઢવાણમાં ભોગાવો નદી પરના પુલના પીલર અને બીમ તૂટયા

📅 Published: February 14, 2026 | 📂 Category: Uncategorized

– જાળવણીના અભાવે સદી જુનો પુલ ધરાશાયી થવાની શરૂઆત

– ગંભીરા બ્રિજ દુર્ઘટનાને પગલે પુલ બંધ કરતા જાનહાની ટળી : કાટમાળ નદીમાં પડતા નીચે પસાર થતી પાણીની લાઇનને નુકસાન

સુરેન્દ્રનગર : વઢવાણ ધોળીપોળથી સુરેન્દ્રનગરને જોડતો અને ભોગાવો નદી પર આવેલો રાજાશાહી વખતનો ૧૦૦ વર્ષથી વધુ જૂનો પુલ અંતે જાળવણીના અભાવે તૂટી પડયો છે. લાંબા સમયથી જર્જરિત હાલતમાં રહેલા આ પુલના પીલર અને બીમ ગતરોજ ધરાશાયી થયા હતા. 

પુલનો ભારેખમ કાટમાળ નદીમાં પડતા નીચેથી પસાર થતી પાણીની પાઇપલાઇનોને પણ મોટું નુકસાન પહોંચ્યું છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *