વલસાડના સાંસદ ધવલ પટેલે આમ આદમી પાર્ટી (AAP) અને તેના નેતા ચૈતર વસાવા પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે ચૈતર વસાવાને ‘ટુકડે-ટુકડે ગેંગ’ના સભ્ય ગણાવ્યા હતા. સાંસદ પટેલે આરોપ લગાવ્યો કે, ચૈતર વસાવા આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે નવસારીમાં આમ આદમી પાર્ટીની ‘ગુજરાત જોડે યાત્રા’માં ખાલી ખુરશીઓ જોઈને વસાવા બોખલાઈ ગયા છે. આ પહેલા, વલસાડ જિલ્લામાં AAPની ‘ગુજરાત જોડે યાત્રા’ને મળેલો નિરાશાજનક પ્રતિસાદ જોઈને ધારાસભ્ય ચૈતર વસાવાએ લોકસભાના દંડક ધવલ પટેલ અને ભાજપ સરકાર પર આક્ષેપ કર્યા હતા. વસાવાએ તેમને ‘જુઠ્ઠાલાલ’ ગણાવી લોકો તેમની વાતોમાં ન આવે તેમ જણાવ્યું હતું. વાંસદા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ખાલી ખુરશીઓ એ દર્શાવે છે કે લોકોએ AAPને જાકારો આપ્યો છે, તેમ ધવલ પટેલે ઉમેર્યું હતું. ધવલ પટેલે ભારપૂર્વક જણાવ્યું કે, આદિવાસી યુવાનો રાષ્ટ્રવાદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે છે. તેમણે ફરીથી કહ્યું કે, વસાવા આદિવાસીઓને ખોટી દિશામાં દોરી રહ્યા છે. સાંસદ ધવલ પટેલે દાવો કર્યો કે, ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટીની હાલત દિલ્હી જેવી જ થશે.
વલસાડના સાંસદ ધવલ પટેલે AAP પર પ્રહાર કર્યાં:ચૈતર વસાવાને 'ટુકડે-ટુકડે ગેંગ'ના સભ્ય ગણાવ્યાં
📅 Published: November 19, 2025 |
📂 Category: Uncategorized
