
Valsad News : વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં સરીગામમાં ગાયની હત્યાને લઈને હિંદુ-મુસ્લિમ સમાજમાં રોષ જોવા મળ્યો છે. ઘટના બાદ સ્થાનિક મુસ્લિમ સમાજની બેઠક યોજાઈ હતી. જેમાં મુસ્લિમ સમાજના આગેવાનોએ ગૌ હત્યા મુદ્દે નિર્ણય લીધો છે. મુસ્લિમ સમાજે ગૌહત્યામાં જે મુસ્લિમ ઝડપાસે તો તેનો સમાજમાંથી બહિષ્કાર કરાશે.
મળતી માહિતી મુજબ, ઉમરગામ તાલુકાના સરીગામમાં ગૌહત્યાને લઈને ગૌરક્ષકોમાં રોષ જોવા મળ્યો છે.
