- વિપ્ર યુવતીના પરિવાર શખ્સની પજવણીથી ત્રસ્ત બની સુરત સ્થાઈ થયો હતો
- યોગ્ય નહીં લેવાય તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની બહ્મસમાજે આપી ચિમકી
- વલ્લભીપુરનો વિધર્મી યુવાને ઘસી જઈ યુવતીને ભગાડી જતા મામલો પોલીસ મથક પહોંચ્યો
વલ્લભીપુરમાં રહેતી વિપ્ર યુવતીને પજવણી કરતા પરીવારે સુરત સ્થાઈ થયો હતો. ત્યા પણ વલ્લભીપુરનો વિધર્મી યુવાને ઘસી જઈ યુવતીને ભગાડી જતા મામલો પોલીસ મથક પહોંચ્યો છે. ઉક્ત મામલે વલ્લભીપુર બહ્મ સમાજે સમગ્ર ઘટનાને વખોડી કાઢી કાલે યોગ્ય પગલા લેવાની માંગ સાથે આવેદન પાઠવશે. જ્યારે યોગ્ય પગલા ન લેવાઈ તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની ચીમકી બ્રહ્મસમાજ અગ્રણીઓએ ઉચ્ચારી હતી.
બનાવની જાણવા મળતી વિગતો અનુસાર વલ્લભીપુરમાં રહેતા વિપ્ર પરિવારની દીકરીને જાફરશા ખોખર નામનો પરિણીત યુવક હેરાન પરેશાન કરતો હોય જેને લઈ શખ્સની પજવણીથી ત્રસ્ત બની પરિવારે વલ્લભીપુર છોડી દીધુ હતુ. અને સુરત સ્થાઈ થયો હતો. છતા યુવકે યુવતીનો પીછો ન છોડી ગત તા. 18.11ના રોજ સુરત પહોંચી યુવતી પોતાના ઘરેથી રીલાયન્સનગર હાઉસીંગ બોર્ડ પાસે કામ સબબ ગઈ હતી. તે વેળાએ લગ્નની લાલચ આપી જાફરશા તેને ભગાડી ગયો હતો. દીકરી રાત્રી સુધી ઘરે પરત ન બનતા પરીવારે વ્યાકુળ બની શોઘખોળ હાથ ધરી હતી. પરંતુ દીકરી ન મળતા સુરતના અમરોલી પોલીસ મથક પહોચ્યો હતો. જ્યા સઘળી વિગતો જણાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.
ઉક્ત ઘટનાને વખોડી આવતી કાલે વલ્લભીપુર સમસ્ત બહ્મ સમાજ વિધર્મી યુવક સામે કાયદેસરની કાર્યવાહીની માંગ સાથે વલ્લભીપુર મામલતદારને આવેદન પત્ર પાઠવશે. જ્યારે દિલ્હીમાં બનેલ શ્રાધ્ધા જેવી ઘટના ન બને તે માટે તાત્કાલીક પગલા લઈ દીકરીની શોધખોળ હાથ ધરી માતા-પિતાને તેનો કબજો મળી તેવી માંગ કરશે. જો ઘટનામાં કોઈ યોગ્ય પગલા નહીં લેવાય તો ના છુટકે ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે. તેમ બહ્મસમાજના આગેવાનોએ ચિમકી ઉચ્ચારી હતી.
