- વલ્લભીપુર શહેર અને ગ્રામ્યમાં વરસાદ
- નવાગામ, પછેગામ, કંથારીયામાં મેઘ મહેર
- વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા
વલ્લભીપુરમાં 2 કલાકમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો છે. વલ્લભીપુર શહેર અને ગ્રામ્યમાં વરસાદ પડ્યો છે. ત્યારે નવાગામ, પછેગામ, કંથારીયા, કલ્યનપર, લીમડા સહિત વિસ્તારમાં વરસાદ આવ્યો છે. જેમાં વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા છે.
વલ્લભીપુર પંથકમાં વરસાદી માહોલ સર્જાયો
વલ્લભીપુર પંથકમાં વરસાદી માહોલ સર્જાયો છે. સવારથી જ કાળાડીબાંગ વાદળો વચ્ચે અસહ્ય ગરમી બાદ ધોધમાર વરસાદ શરૂ થયો છે. તાલુકાના નવાગામ, પછેગામ, કંથારીયા, કલ્યનપર, લીમડા સહિત વિસ્તારમાં વરસાદ આવ્યો છે. પંથકમા સરો વરસાદ વરસતા ધરતી પુત્રોમાં હર્ષની લાગણી ફેલાઇ છે. વલ્લભીપુર શહેરની મેઈન બજાર સહિત વિસ્તારમાં રોડ પર નદીઓ વહેતી થઈ છે.
બે કલાકમાં આશરે 1.5 ઇંચ જેટલો વરસાદ
બે કલાકમાં આશરે 1.5 ઇંચ જેટલો વરસાદ વરસતા વાતાવરણમા ઠંડક પ્રસરી છે. તેમજ હવામાન વિભાગ પાસેથી મળેલી માહિતી પ્રમાણે આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગર અરવલ્લી, ખેડા, મહિસાગર, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીના તમામ સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ ગાજવીજ સાથે પડવાની આગાહી છે.
