
અમદાવાદ, ગુરૂવાર
અમદાવાદના પોલીસ ભલે સ્પા કે મસાજ સેન્ટરમાં દેહ વિક્રયના કારોબાર થતો ન હોવાનો દાવો કરે પણ વાસ્તવિકતા એ છે કે સ્પાની આડમાં બેરોકટોક રીતે કાળો કારોબાર ચાલી રહ્યો છે. અમદાવાદના વસ્ત્રાપુર માનસી સર્કલ પાસે આવેલા વૈભવ ટાવરના ઝેન નામના સ્પા સેન્ટરનો વિડીયો વાયરલ થયો છે. જેમાં સ્પા માટે આવતા ગ્રાહકોને એકસ્ટ્રા સર્વિસ લેવી હોય તો જ મસાજ કરાવવા માટે મોકલે છે. આ માટેનો રેટ રિસ્પેશન પર જ નક્કી કરવામાં આવે છે અને યુવતીઓને પણ સ્પાના સંચાલકને કમિશન આપવું પડે છે.
