
મુંબઈ : વિતેલા સપ્તાહમાં દેશના શેરબજારમાં આવેલી ભારે વેચવાલીને પરિણામે રોકાણકારોની સંપતિમાં એક સપ્તાહમાં રૂપિયા ૧૬ ટ્રિલિયનનું ધોવાણ થઈ ગયું હતું. ભારત-અમેરિકા વેપાર કરારમાં ધીમી ગતિ, ઈરાન-અમેરિકા વચ્ચે વધી રહેલી તંગદિલી તથા ભારતીય કંપનીઓના નબળા પરિણામોથી વિદેશી રોકાણકારોનું માનસ ખરડાતા વિતેલા સપ્તાહમાં ભારતીય ઈક્વિટીસમાં તેમની જંગી વેચવાલી આવી હતી.
શુક્રવારે સમાપ્ત થયેલા સપ્તાહના અંતે બીએસઈ પર લિસ્ટેડ શેરોની એકંદર માર્કેટ કેપ ઘટી રૂપિયા ૪૫૨ ટ્રિલિયન રહી હતી. જે સપ્તાહના પ્રારંભની સરખામણીએ ૧૬ ટ્રિલિયન ઓછી હતી.
