
– મૃતક પાટડીના હેબતપુર ગામનો રહેવાસી, વિરમગામ રૂરલ પોલીસે તપાસ હાથ ધરી
ડુમાણા : વિરમગામ-માલવણ હાઈવે પર વણી ગામ નજીક રેલવે ટ્રેક પરના ઓવરબ્રિજ પર આજે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઇક સવાર યુવકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ, રવિવારે સાંજે ઓવરબ્રિજ પર એક ટ્રક બંધ હાલતમાં ઊભી હતી. આ સમયે પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલું બાઇક બંધ ટ્રક સાથે ધડાકાભેર અથડાયું હતું. અકસ્માતમાં બાઇક સવાર રાજેશ ઉર્ફે રાજુભાઈ બિજલભાઈ કેહડિયા (રહે.
