વડોદરા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. એક બાદ એક ભાજપના નેતાઓ ચર્ચાસ્પદ નિવેદનો આપી રહ્યા છે. ત્યારે વધુ એક ભાજપના પૂર્વ કરજણના ધારાસભ્ય અને જિલ્લા પ્રમુખ સતીશ નિશાળીયાનાએ સ્નેહ મિલન કાર્યક્રમમાં સ્ટેજ ઉપરથી વિરોધીઓને ખુલ્લેઆમ ચીમકી આપી છે. હાલમાં આ નિવેદન સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યું છે. સતીશ પટેલ (નિશાળિયા) એ કરજણમાં યોજાયેલ સ્નેહમિલન કાર્યક્રમમાં સ્ટેજ પરથી નિવેદન આપતા જણાવ્યું હતું કે, મગફળીના દાણા જેવા ગમે ત્યારે ખોવાઈ જવાના, પરંતુ આ ઓરિજનલ બદામ તો રહેવાની જ છે. હું તો ભારતીય જનતા પાર્ટીનો પાયાનો કાર્યકર છું…બીજા મેદાન છોડી ને જશે પણ હું ક્યારેય નથી જવાનો.. તેવું કહી વિરોધીઓ પર નિશાન સાધ્યું હતું. વધુમાં જણાવ્યું હતું કે, ઘણા બધા વાતો કરતા હોય છે કે સતીષભાઈ પાસે તો સત્તા નથી. એટલે આ સ્નેહમિલનમાં કાર્યક્રમમાં કોઈ નહીં આવે, પરંતુ તમે જે લોકો અહીંયા આ રીતે આવ્યા છો અને વિરોધીઓના મોઢા બંધ કર્યા છે તેથી તમારો આભાર માનું છું. ઘણા બધાને આ બધું ગમતું ન હોય પરંતુ તમે પણ આ કરો તેવી વાત કરી હતી. મિત્રો છેલ્લા 17 વર્ષથી વર્ષ 2008થી હું સ્નેહમિલન કાર્યક્રમ કરું છું. આજે અહીંયા તમારો પ્રેમ અને સહકાર મળ્યો છે. પરંતુ ઘણા બધા લોકોને એમ હોય છે કે સતીષભાઈ પાસે કોઈ સત્તા કે હોદ્દો નથી. એટલે આપણા બધા એમને હેરાન કરીએ, પાર્ટી છોડીને જતા રહીએ તેવું કરીએ. મિત્રો હું અસલ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું અને આજ પાર્ટીમાં કામ કરવાનો છું.
વિરોધીઓને ખુલ્લેઆમ ચીમકી:પૂર્વ ધારાસભ્ય અને જિલ્લા પ્રમુખનું ચર્ચાસ્પદ નિવેદન; કહ્યું મગફળીના દાણા જેવા ગમે ત્યારે ખોવાઈ જવાના! હું તો પાયાનો કાર્યકર છું મેદાન છોડવાનો નથી
📅 Published: November 19, 2025 |
📂 Category: Uncategorized
