
World Cleanest Temple : વિશ્વનું સૌથી સાફ-સ્વચ્છ હિન્દુ ગામ ભારતમાં નહિ પણ ઈન્ડોનેશિયાના બાલીમાં આવેલું છે, એક નાનકડું પહાડી ગામ પેંગલિપુરન, જેને વૈશ્વિક ગ્લોબલ સરવેમાં વિશ્વના ત્રણ સૌથી સ્વચ્છ ગામમાં સામેલ કરવામાં આવ્યું છે.
આ જાણકારી ભલે વિચિત્ર લાગે પણ આ ગામે સાબિત કર્યું છે કે સફાઈકાર્ય માત્ર સરકારની જવાબદારી નથી, પણ પેઢીઓથી ચાલી આવતી આદત પણ હોઈ શકે છે. અહીં લગભગ સાતસો વર્ષથી સાફ-સફાઈ અને પરંપરાનું અદ્ભુત સંતુલન બની રહ્યું છે.
વિશ્વના લગભગ દોઢ અબજ હિન્દુઓમાંથી 94 ટકા ભારતમાં રહે છે, છતાં પણ સૌથી સ્વચ્છ હિન્દુ ગામ ભારતનું નહિ પણ ઈન્ડોનેશિયાના બાંગલી જિલ્લામાં સ્થિત પેંગલિપુરન છે.
