વડોદરાઃ ૨૦૨૪માં વિશ્વામિત્રી નદીમાં પૂર આવ્યા બાદ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિશ્વામિત્રી નદીને ઉંડી અને પહોળી કરવાની કામગીરી કરવામાં આવી છે.એ પછી વિશ્વામિત્રી નદીમાં રહેતા મગરોના વર્તનમાં કોઈ ફેરફાર થયો છે કે કેમ તે જાણવા માટેનો એક સર્વે એમ.એસ.યુનિવર્સિટીના ઝૂઓલોજી વિભાગ દ્વારા હાથ ધરવામાં આવશે.
સંશોધનના ભાગરુપે ઝૂઓલોજી વિભાગના ૩૦ વિદ્યાર્થીઓ, એનજીઓના ૧૦ સ્વયંસેવકો તેમજ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના ૧૦ કર્મચારીઓ તા.૭ ફેબુ્રઆરીએ સવારે અને રાત્રે એમ બે તબક્કામાં હાથ ધનારા સર્વેમાં સામેલ થશે.
