
– સોશિયલ મીડિયા પર ‘યુદ્ધ બોમ્બ’ ફોડયો
– પરમાણુ હથિયારોના ડરને કારણે મહાસત્તાઓ એકબીજા પર સીધા હુમલા કરતા ખચકાશે તે દાવાને મસ્કે નકાર્યો
વોશિંગ્ટન : ટેસ્લાના માલિક અને વિશ્વના સૌથી ધનીક વ્યક્તિઓમાં સ્થાન ધરાવતા ઇલોન મસ્કે દાવો કર્યો હતો કે ટૂંક સમયમાં વિશ્વ યુદ્ધમાં ધકેલાઇ શકે છે, એટલુ જ નહીં આગામી પાચથી ૧૦ વર્ષમાં પરમાણુ હુમલા પણ જોવા મળશે. મસ્કે દાવો કર્યો હતો કે દુનિયા વિશ્વયુદ્ધ તરફ ધકેલાઇ રહી છે. પાંચથી ૧૦ વર્ષમાં પરમાણુ યુદ્ધ પણ શક્ય છે.
