
Agnivesh Agarwal Death: વેદાંતા ગ્રુપના ચેરમેન અનિલ અગ્રવાલના પુત્ર અગ્નિવેશ અગ્રવાલનું 49 વર્ષની વયે ન્યૂયોર્કમાં હૃદયરોગના હુમલાથી અચાનક અવસાન થયું છે. અમેરિકામાં સ્કીઇંગ અકસ્માતમાં અગ્નિવેશ ગંભીર રીતે ઘાયલ થયા હતા. ત્યારબાદ તેમની માઉન્ટ સિનાઈ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી.
પરિવારના જણાવ્યા અનુસાર, તેઓ સ્વસ્થ થઈ રહ્યા હતા અને બધું બરાબર લાગતું હતું. જોકે, તેમની તબિયત અચાનક બગડી ગઈ હતી.
