વેપારીએ જીવન ટૂંકાવ્યું:ફર્નિચરના શોરૂમમાં વેપારીએ ફાંસો ખાધો

📅 Published: November 20, 2025 | 📂 Category: Uncategorized

રેલનગર પાસે રાજનગર સોસાયટીમાં રહેતા હિતિક રાજેશભાઇ પરમારે (ઉ.વ.25) મંગળવારે સાંજે માધાપર ચોકડી નજીક આર.કે. ડેકોર નામના ફર્નિચરના શોરૂમમાં ફાંસો ખાઇ લીધો હતો. બનાવની જાણ થતાં ગાંધીગ્રામ પોલીસ દોડી ગઇ હતી. હિતિક પરમાર તે શોરૂમ સંભાળતો હતો. અન્ય બનાવમાં ચોટીલાના મોલડી ગામે રહેતા જનકભાઇ લક્ષ્મણભાઇ ચાવડા (ઉ.વ.40) પોતાના ઘરે બેભાન થઇ જતાં તેને રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયા હતા, પરંતુ તેનું મૃત્યુ થયું હતું. જનકભાઇ બે ભાઇ અને બે બહેનમાં નાના હતા અને રિક્ષા ચલાવી ગુજરાન ચલાવતા હતા, સંતાનમાં એક પુત્ર, એક પુત્રી છે.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *