વેરાવળના મુરલીધર કોમ્પ્લેકસમાં ભીષણ આગથી 40 દુકાનો ખાખ

📅 Published: February 6, 2026 | 📂 Category: Uncategorized


ફાયર NOC ન હોવાનું સામે આવ્યું : ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી ડિઝલ પંપ સર્વિસની દુકાનમાં લાગેલી આગે જોતજોતામાં 4 માળનાં બિલ્ડિંગને ભરડામાં લઈ લીધું

વેરાવળ, : વેરાવળમાં જૂનાગઢ બાયપાસ પર આવેલા 4 માળના મુરલીધર કોમ્પ્લેકસમાં આજે સવારે લાગેલી ભીષણ આગને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ દુર્ઘટનામાં કોમ્પ્લેકસની અંદાજે 40 જેટલી દુકાનો બળીને ખાખ થઈ ગઈ જેના કારણે સ્થાનિક વેપારીઓને મોટું નુકસાન થયું છે. સદ્દનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.

વિગત મુજબ, આજે સવારે અંદાજે 11 વાગ્યાની આસપાસ કોમ્પ્લેકસના ગ્રાઉન્ડ ફલોર પર આવેલી એક ડીઝલ પંપ સર્વિસની દુકાનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *