
અમદાવાદ : મહિનાઓની અનિશ્ચિતતા, ઊંચા ટેરિફ અને વૈશ્વિક તણાવ પછી, ભારત અને અમેરિકા વચ્ચેના વેપાર સોદાએ બજારની દિશા બદલી નાખી છે. નોંધપાત્ર ટેરિફ ઘટાડા અને સુધારેલા બજાર પ્રવેશથી માત્ર વ્યવસાયોને રાહત મળી નથી પરંતુ ૨૦૨૬ માટે ભારતીય આર્થિક વૃદ્ધિ માટે અપેક્ષાઓ પણ વધી છે. નિષ્ણાતો માને છે કે આ કરાર ભારતને વૈશ્વિક સપ્લાય ચેઇનમાં એક મજબૂત ખેલાડી બનાવી શકે છે.
આર્થિક નિષ્ણાંતોએ આ ટ્રેડ ડીલને નિર્ણાયક ગણાવ્યો છે. તેમણે કહ્યું કે ભારત-અમેરિકા કરાર વિશ્વની સૌથી મહત્વપૂર્ણ આથક ભાગીદારીઓમાંની એકને નવી તાકાત આપે છે અને રોકાણકારોનો વિશ્વાસ મજબૂત કરશે.
