શનિવારથી ભાવનગરમાં 50 ઇ-બસ 8 રૂટ પર દોડશે

📅 Published: February 12, 2026 | 📂 Category: Uncategorized

– 9 માસ કરતા વધુ સમયથી સિટી બસ સેવા બંધ હોવાથી લોકોને હાલાકી 

– શહેરના ગંગાજળિયા તળાવથી મોટાભાગની બસ ઉપડશે, ટોપથી સર્કલ, અકવાડા, સિદસર, સિહોર, ભંડારિયા, ઘોઘા વગેરે સ્થળે જશે 

ભાવનગર : ભાવનગર શહેરમાં લાંબા સમયથી સિટી બસ સેવા બંધ છે તેથી મુસાફરોને હાલાકી પડી રહી છે પરંતુ હવે આગામી થોડા દિવસમાં ઇ-બસ મહાપાલિકા દ્વારા શરૂ કરવામાં આવી રહી છે અને આ ઇ-બસો શહેરના જુદા જુદા વિસ્તારોમાં ફરશે. 

ભાવનગર શહેરમાં આશરે એક માસ કરતા વધુ સમયથી પ૦ ઇ-બસ ધૂળ ખાઈ છે પરંતુ હજુ ઇ-બસ સેવા શરૂ કરવામાં આવી નથી પરંતુ હવે આગામી તા. ૧૪ ફેબુ્રઆરીના રોજ ભારતના વડાપ્રધાનના હસ્તે વર્ચ્યુલ માધ્યમથી ઇ-બસનું લોકાર્પણ કરવામાં આવશે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *