
Panchmahal News: પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના મીઠાલી ગામે એક દુઃખદ ઘટના સામે આવી છે, જેમાં ૩૦ વર્ષીય પરિણીતાએ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવી લેતા ચકચાર મચી ગઈ છે. મૃતક બે સંતાનોની માતા હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર શહેરા તાલુકાના મીઠાલી ગામે રહેતા સ્નેહલબેન અનિલભાઈ વણકર (ઉ.વ. 30) એ કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લીધો હતો.
