
Sanjay Raut On Shinde : મહારાષ્ટ્રમાં થઈ રહેલી નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીમાં પૈસાનો મોટાપાયે ઉપયોગ થઈ રહ્યો હોવાના દાવા પર સંજય રાઉતનું નિવેદન સામે આવ્યું છે. સંજય રાઉતે ચૂંટણીમાં પૈસાની લેતીદેતી મામલે ટીકા કરી હતી. આ સાથે આરોપ લગાવ્યો હતો કે, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને મહાયુતિ સરકાર દ્વારા મોટાપાયે પૈસાની રમત ચાલી રહી છે. ચૂંટણીપંચે આમાં ધ્યાન દેવું જોઈએ. સંજય રાઉતે એમ પણ કહ્યું કે, ‘શિંદે જૂથ ભાજપ દ્વારા બનાવવામાં આવ્યું હતું. રાજકારણ માટે પૈસાનો ઉપયોગ કરવો એ લોકશાહી માટે ખતરો છે.
