'શિક્ષિકા નુકસાન થાય તેવો પદાર્થ લાવી છે, બાળકોને બચાવી લેજો'

📅 Published: December 5, 2025 | 📂 Category: Uncategorized


જૂનાગઢ કંટ્રોલ રૂમમાં ફોન આવતાં પોલીસ ધંધે લાગી : પોલીસ બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ સાથે પોદાર સ્કૂલ પર પહોંચી પણ કંઈ ન મળ્યું : પતિએ બદનામી માટે ફોન કર્યાનો શિક્ષિકાનો ખુલાસો

જૂનાગઢ, : જૂનાગઢ પોલીસ કંટ્રોલ રૂમમાં આજે બપોરે અજાણ્યા શખ્સે ‘સુખપુર નજીક આવેલી પોદાર સ્કૂલની શિક્ષિકા વિદ્યાર્થીઓને નુકસાન થાય તેવો પદાર્થ લઈ આવી છે, 2 વાગ્યા સુધીમાં બાળકોને બચાવી લેજો’ એવો ફોન કર્યો હતો. પોલીસ તપાસમાં ત્યાંથી કોઈ વાંધાજનક વસ્તુ મળી ન હતી અને શિક્ષિકાના ઘરેલુ ઝગડામાં સ્ટાફ, વિદ્યાર્થીઓ, વાલીઓના જીવ ઉચ્ચક કરી દેવાયાનું ખુલ્યું હતું.

આજે બપોરે 12 વાગ્યા આસપાસ પોલીસ કંટ્રોલ રૂમમાં અજાણ્યા શખ્સે ફોન કર્યો હતો. જેમાં તેણે જૂનાગઢના વડાલ રોડ પર આવેલી પોદાર સ્કૂલમાં શિક્ષીકા તરીકે ફરજ બજાવતા નેહા મહેતા બાળકોને નુકસાન થાય તેવો પદાર્થ લઈ શાળાએ આવી છે, 2 વાગ્યા સુધીનો સમય છે બાળકોને બચાવી લેજો તેમ કહ્યું હતું.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *