
શહેરના શિયાબાગ વિસ્તારમાં આવેલ કુંભારવાડામાં પાણીની નવી લાઈન નાખ્યા બાદ તેનું જોડાણ ન કરવામાં આવતા છેલ્લા ત્રણ દિવસથી સ્થાનિક રહીશો પાણી વગર ટળવળી રહ્યા છે. વોર્ડ નંબર ૧૩માં સમાવિષ્ટ આ વિસ્તારમાં અવારનવાર પાણીની સમસ્યા સર્જાતી હોવાની ફરિયાદો વચ્ચે ફરી એક વખત પાણી કકળાટ સર્જાયો છે.
રહીશોનું કહેવું છે કે, કોન્ટ્રાક્ટર દ્વારા પાણીની નવી લાઈન નાખવાની કામગીરી કર્યાબાદ જોડાણ કરવાના સ્થાને અન્ય જગ્યાએ કામગીરી માટે જતાં રહીશોને કોઈ આગોતરી જાણ કર્યા વગર પાણી પુરવઠો બંધ રાખ્યો છે. પરિણામે છેલ્લા ત્રણ દિવસથી એક ટીપું પાણી પણ આવી રહ્યું નથી, જેના કારણે ઘરેલુ કામકાજ તેમજ પીવાના પાણી માટે ભારે હાલાકી વેઠવી પડી રહી છે. પાણીની સમસ્યાને લઈને મહિલાઓએ એકત્ર થઈ મ્યુ.
