
શહેરના શિયાભાગના બોરડી ફળીયામાં છેલ્લા એક મહિનાથી દૂષિત પાણીની સમસ્યા હોઈરહીશોએ આજે એકત્ર થઈ કાળુ પાણી બતાવી મ્યુ. કોર્પોરેશન સામે રોષ વ્યક્ત કર્યો હતો.
સ્માર્ટ સિટીના દાવા વચ્ચે શિયાબાગ, ગોયાગેટ, તારા સો મીલ, બોરડી ફળીયા, સસાટવાડા બોરોટ મહોલ્લો, આર.વી.દેસાઈ રોડ સહિતના વિસ્તારોમાં દૂષિત પાણીની સમસ્યા હોવાનું જાણવા મળ્યું છે.
