
– બાંગ્લાદેશના Gen-Z ડો. ખલિલ ઉર-રહેમાને દોવલને ઢાકા આવવા આમંત્રણ આપ્યું : સાથે શેખ હસીનાના પ્રત્યાર્પણની માગણી કરી
નવી દિલ્હી : દિલ્હીમાં મળી રહેલી કોલંબો સિક્યુરીટી કોનકલેવ સમયે અહીં (નવી દિલ્હી) આવેલા બાંગ્લાદેશના નેશનલ સિકયુરીટી એડવાઇઝર ડો. ખલીલ- ઉર-રહેમાને ભારતના નેશનલ સિકયુરીટી એડવાઈઝર અજિત દોવલ સાથે સઘન મંત્રણાઓ યોજી હતી. જે દરમિયાન તેઓએ બાંગ્લાદેશનાં પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાના પ્રત્યાર્પણની પણ માગણી કરી હતી.
