
– ચેન્નઈમાં 56 ફ્લાઈટ રદ, ટ્રેનોના ટાઈમટેબલ બદલાયા, 6,000 રાહત છાવણી તૈયાર
– તમિલનાડુમાં ભારે વરસાદથી એક લાખ એકરમાં ડાંગર અને અન્ય પાકને ભારે નુકસાન
Ditwah Strom news : બંગાળની ખાડીમાં ઉઠેલું દિતવાહ ચક્રવાત શનિવારે શ્રીલંકામાં ભારે વિનાશ વેર્યા પછી તમિલનાડુના દરિયા કિનારે રવિવારની વહેલી સવારે ત્રાટક્યું હતું. શ્રીલંકામાં દિતવાહ ચક્રવાતના કારણે પૂર અને ભૂસ્ખલનથી 150થી વધુ લોકોનાં મોત થયા હતા. આ ચક્રવાત ભારત પર ત્રાટકે તે પહેલાં તેની અસર હેઠળ તમિલનાડુ, પુડુચેરીમાં ભારે વરસાદ ખાબક્યો હતો અને તિવ્ર ગતિએ પવન ફૂંકાયો હતો. તમિલનાડુમાં ભારે વરસાદના કારણે 54 ફ્લાઈટ રદ કરાઈ હતી અને અનેક જિલ્લામાં સ્કૂલો બંધ કરી દેવાઈ હતી.
