દાહોદ જિલ્લા પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન બેઠક યોજવામાં આવી હતી. જેમાં પ્રભારી મંત્રીશ્રીએ દાહોદ જિલ્લાના તેમજ આદિજાતી લોકોના વિકાસ માટેના કામોને પ્રાથમિકતા આપીને ઝડપથી કામગીરી પૂર્ણ કરવા તાકીદ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, દાહોદમાં હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્ષની જરૂર છે. જેમાં આદીજાતિઓમાં રહેલું કુપોષણ, માતા-બાળકના થતા મૃત્યુ દરને ઘટાડવા જરૂરી છે. વેક્સીનેશનની કામગીરી તેમજ સાથે પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે પણ વધુ ધ્યાન આપવાની જરૂર છે. હ્યુમન ઇન્ડેક્ષને લગતા તમામ કામો સમયમર્યાદામાં પૂર્ણ કરવા અને દર મહીને મીટીંગ કરીને એનો રીપોર્ટ રજુ કરવાનો રહેશે. આ સાથે એમણે સ્માર્ટ સીટી પ્રોજેક્ટ હેઠળના કામો હેઠળ હજી પણ ઘણો સુધારો લાવી શકાય એમ કહ્યું હતું. દાહોદમાં ટુરીઝમ ક્ષેત્રે વિકાસ થાય, સ્થાનિક રોજગારી, આદિજાતિ હાટ, રસ્તાઓ અને ટ્રાફિકની સમસ્યા, સ્વચ્છતાને લઈને ગંભીરતાથી કામ કરવું, જેમાં એસ.ટી. બસ સ્ટેશન અને રેલ્વે સ્ટેશન સાથે તમામ સરકારી કચેરીઓમાં ખાસ કરીને સ્વચ્છતા જળવાય તે ખુબ જ જરૂરી છે. વિકાસના મંજુર થયેલ કામોમાં વિલંબ ન કરતાં સમયમર્યાદામાં કામો પૂર્ણ કરવાની સુચના આપી હતી. આ દરમ્યાન ઉપસ્થિત પદાધિકારીઓએ એમ.પી.-એમ.એલ.એ. ના આયોજન અંગેના પોતાના પ્રશ્નો રજુ કર્યા હતા. જેનું નીતિ-નિયમોને ધ્યાને રાખીને નિરાકરણ લાવવા તેમજ તમામ કામો ઝડપથી પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવા કલેકટર યોગેશ નિરગુડેએ તમામ અમલીકરણ અધિકારીઓને સુચના આપી હતી.
સંકલન બેઠકમાં અનેક સૂચનો કરાયાં:દાહોદમાં એસટી ડેપો, રેલવે સ્ટેશન અનેસરકારી કચેરીઓમાં સ્વચ્છતા જાળવો
📅 Published: November 17, 2025 |
📂 Category: Uncategorized
