પાદરા તા.૨૦ પાદરા તાલુકાના મહલી તલાવડી વિસ્તારમાં થયેલી કરપીણ હત્યાના બનાવનો ભેદ જિલ્લા પોલીસે ઉકેલી નાંખ્યો છે. પ્રેમ સંબંધમાં માતા અને પિતા આડખીલી બનતા સગી પુત્રીએ જ પ્રેમીને બોલાવી પિતાની હત્યા કરાવી હોવાની વિગતનો પર્દાફાશ થયો છે. પોલીસે પ્રેમી અને તેના સાગરીતની ધરપકડ કરી છે.
પાદરા-જંબુસર રોડ પર આવેલા મહલી તલાવડી ગામમાં ગઇકાલે સવારે શનાભાઇ રાવજીભાઇ ચાવડાની તેમના ઘરની બહાર હત્યા થયેલી લાશ મળતા પોલીસે તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન રણજીત ગજેન્દ્રભાઇ વાઘેલા સામે શંકા દ્રઢ બની હતી.
