‘સરદાર@150 : યુનિટી માર્ચ’:સરદાર પટેલના વિચારોને અનુસરી રાષ્ટ્ર વિકાસ સાધવા અનુરોધ કરાયો

📅 Published: November 19, 2025 | 📂 Category: Uncategorized

રાષ્ટ્રવ્યાપી ‘સરદાર@150 : યુનિટી માર્ચ’ના ભાગરૂપે ભુજમાં એકતા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સરદાર પટેલના વિચારોને અનુસરી રાષ્ટ્ર વિકાસ સાધવા અનુરોધ કરાયો હતો. ધારાસભ્ય કેશુભાઈ પટેલ, કલેક્ટર આનંદ પટેલ તેમજ અગ્રણી દેવજીભાઈ વરચંદ સહિતનાએ એકતા પદયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. ભુજના ધારાસભ્યએ ભારતના એકીકરણમાં મહત્વની ભૂમિકા ભજવનાર લોખંડી પુરુષ સરદાર પટેલના જીવન કવનને વાગોળતા જણાવ્યું હતું કે, સરદાર પટેલે કૂનેહથી સાડા પાંચસો રજવાડાઓને એકઠા કરવાનું મુશ્કેલ કામ મક્કમતાથી કરી બતાવ્યું હતું. તેમણે સરદાર પટેલની કર્મનિષ્ઠા પરથી પ્રેરણા લઈને પોતાના નિર્ણયો પર અડગ રહેવાનો યુવાનોને સંદેશો પાઠવ્યો હતો. આ પ્રસંગે વર્ષ 1971ના યુદ્ધમાં પોતાનો સહયોગ આપનાર વીરાંગનાએ પણ હાજરી આપી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ સાથે ભુજમાં તૈયાર થઈ રહેલા સરદાર સ્મૃતિવન ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. એકતાયાત્રાના સમાપન પોઈન્ટ જ્યુબિલિ ગ્રાઉન્ડ ખાતે સ્વદેશી અને આત્મનિર્ભર ભારતના શપથ લેવામાં આવ્યા હતાં. નગરપાલિકા પ્રમુખ રશ્મિબેન સોલંકી, ભરતસિંહ ભાટેસરીયા, ધવલ આચાર્ય, પારૂલબેન કારા, તાલુકા ભાજપ પ્રમુખ ભીમજી જોધાણી અને તાલુકા પંચાયતના સભ્ય તુષાલીબેન વેકરીયા સહિત પદાધિકારીઓ અને આગેવાનો કૂચમાં જોડાયા હતાં. તાલીમી સનદી અધિકારી એમ.ધરિણી, નિવાસી અધિક કલેકટર ડી.પી. ચૌહાણ, પ્રાંત અધિકારી અનિલ જાદવ સહિત અધિકારીઓ, કર્મચારીઓ, હોમગાર્ડ કમાન્ડન્ટ, પોલીસ જવાનો, કોલેજના વિદ્યાર્થીઓ તથા યુવાનો અને મહિલાઓએ આ યુનિટી માર્ચમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *