સલામતીના કારણોસર હાઇવે પર તરસાલીથી જાંબુઆ વચ્ચે વાહનો આડા મૂકીને સ્થાનિકોનો વિરોધ

📅 Published: December 1, 2025 | 📂 Category: Uncategorized


Vadodara : વડોદરા શહેરના નેશનલ હાઈવે પર તરસાલી-જાંબુઆ વચ્ચે સ્થાનિક રહીશોએ રોડની બરાબર વચ્ચોવચ પોતપોતાના દ્વિચક્રી વાહનો આડા મૂકીને વિરોધ કરતા હાઇવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ છે. આ અંગે કેટલાક વાહનોએ રોડ રસ્તો ખુલ્લો કરવા રજૂઆત કરતા સ્થાનિકો ચકમક ઝરી હતી. સ્થાનિકોની માંગ છે કે, આ જગ્યાએ પોલીસ તંત્ર દ્વારા ટ્રાફિક અંગે નિયમન થાય એ જરૂરી હોવાની માંગ કરી છે.

ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર તરસાલીથી જાંબુવા જવાના રોડ પર સ્થાનિક લોકોએ પોતાની સલામતીના કારણોસર વિરોધ કરીને નેશનલ હાઈવે પર પોતાના દ્વિચક્રી વાહનો જાહેર રોડ રસ્તા પર આડા મૂકી દઈને ચક્કાજામ કરી દીધો છે.  ટ્રાફિક જામ થતા કેટલાક મુસાફરો સ્થાનિક લોકો સાથે ટ્રાફિક ખુલ્લો કરવા રજૂઆતો કરતા હતા.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *