ગત 9 નવેમ્બર 2025ના રોજ ગુજરાત ATSએ પકડેલા 3 આતંકીઓને સાબરમતી જેલમાં કાચા કામના કેદી તરીકે રાખવામાં આવ્યા છે. જ્યાં આજે ત્રણ અન્ય કેદીઓ સાથે માથાકૂટ થતા તેમણે એક આતંકીને માર માર્યો હતો.મારમારીના આ બનાવ લઈ જેલમાં પોલીસે તપાસ શરૂ કરી છે.કઈ બાબતે મારમારી થઈ જેને લઇ તપાસ કરાઈ રહી છે. કાચા કામની બેરેકમાં રહેલા ત્રણ આતંકી પૈકી એક આતંકીને અન્ય ત્રણ કેદી સાથે બોલાચાલી થઈ હતી. જે બાદ ઝઘડો થતાં આ ત્રણ કેદીઓએ એક આતંકીને માર માર્યો હતો. આ દરમિયાન આતંકીને આંખમાં ઇજા પહોંચી છે. જેને પગલે સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે. આ આતંકીનું નિવેદન નોંધીને ત્રણ અન્ય કેદી સામે ફરિયાદ નોંધવામાં આવી છે. 9 નવેમ્બરના ગાંધીનગરમાંથી ઝડપાયેલા ISISના ત્રણ આતંકીની ‘ઝેરીલી’ માનસિકતા ગુજરાત ATSએ ગાંધીનગર અને બનાસકાંઠા જિલ્લામાંથી 9 નવેમ્બરના રોજ ISISના ત્રણ આતંકીઓને ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા ત્રણ આરોપીઓ પૈકીના એક ડો. સૈયદ અહેમદનો ખતરનાક ઈરાદો હોવાનો ઘટસ્ફોટ થયો હતો. ચીનમાં તબીબી અભ્યાસ કરનાર ડો. સૈયદના પાકિસ્તાનના કેટલાક લોકો સાથે સંપર્ક હતા. તે સાઈનાઈડથી ખતરનાક ઝેર બનાવી રહ્યો હતો. મોટું ફંડ એકત્ર કરી ગુજરાત કે દેશમાં મોટો આતંકી હુમલો કરવાનો તેનો ઈરાદો હતો. ઝડપાયેલા ત્રણેય ISKP(ઇસ્લામિક સ્ટેટ-ખોરાસાન પ્રાંત)થી પ્રભાવિત હોવાનો ઘટસ્ફોટ થયો હતો. ડો. અહેમદ મોહ્યુદ્દીન સૈયદ મૂળ હૈદ્રાબાદનો રહેવાસી છે અને ગુજરાત તે હથિયાર કલેક્ટ કરવા આવ્યો હતો. આઝાદ સુલેમાન શેખ અને મોહમ્મદ સુહેલ નામના યુપીના આતંકીઓએ રાજસ્થાનના હનુમાગઢથી હથિયારો મેળવીને ગાંધીનગરના કલોલ નજીકના એક કબ્રસ્તાનમાં છોડી દીધા હતા. જે ડો. અહેમદ સૈયદે કલેક્ટર કર્યા હતા. જોકે, તે હથિયારો લઈ પરત હૈદ્રાબાદ જાય તે પહેલાં જ ATSએ તેને દબોચી લીધો હતો. ત્રણેય આતંકીઓ પાસેથી 3 વિદેશી બનાવટની પિસ્ટલ, 30 જીવતા કારતૂસ અને 4 લિટર કેસ્ટર ઓઈલ કબજે કરાયું હતું. સંપૂર્ણ સમાચાર વાંચો
સાબરમતી જેલમાં ગુજરાત ATSએ પકડેલા આતંકીને અન્ય કેદીઓએ માર માર્યો:આતંકીને આંખમાં ઈજા પહોંચતા સિવિલ લઈ જવાયો, બોલાચાલી થતાં મામલો બિચક્યો હતો
📅 Published: November 18, 2025 |
📂 Category: Uncategorized
