
– સુરેન્દ્રનગરમાં અકસ્માતના 2 બનાવમાં 1 નું મોત, 5 ને ઇજા
– લીંબડી-રાજકોટ હાઈવે પર લદાણા નજીક ટ્રક-આઈશર વચ્ચે અકસ્માત : અમદાવાદના 5 વ્યક્તિ ઇજાગ્રસ્ત
સુરેન્દ્રનગર, સાયલા : સુરેન્દ્રનગરમાં માર્ગ અકસ્માતના બે બનાવમાં એક બાળકીનું મોત નીપજ્યું છે જ્યારે પાંચ વ્યક્તિને ઇજા પહોંચી છે. સાયલા-સુદામડા રોડ પર ડમ્પરે ગોંડલ તાલુકાની માસૂમ બાળકીને કચડી નાખતા મોત નીપજ્યું છે. જ્યારે લીંબડી-રાજકોટ હાઈવે પર લદાણા નજીક ટ્રક-આઈશર વચ્ચે અકસ્માતમાં પાંચ વ્યક્તિ ઇજા પહોંચી હતી.
