
Gujarat SIR Drive: સમગ્ર ગુજરાતમાં મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ની કામગીરીમાં જોડાયેલા બૂથ-લેવલ ઓફિસરો (BLO) પર કામના અતિશય ભારણ અને તણાવને કારણે વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વડોદરામાં એક મહિલા BLOએ ફોર્મ સમયસર પરત ન મળતાં સોસાયટીના એક અગ્રણીને ફોન કરીને ધ્રૂસકે ધ્રૂસકે રડતાં આજીજી કરી હતી અને આપઘાત કરી લેવા સુધીની માનસિક સ્થિતિનું નિરૂપણ કર્યું હતું. આ ઓડિયો ક્લિપ વ્યાપકપણે વાઈરલ થઈ રહી છે.
કામગીરીના તણાવથી આપઘાતની તૈયારી
વાઈરલ થયેલા ફોન કૉલમાં મહિલા BLOએ સ્પષ્ટપણે પોતાની કપરી સ્થિતિ રજૂ કરી હતી.
