
Pakistan Water Crisis : પહલગામમાં આતંકવાદી હુમલો કરી 26 નિર્દોષની હત્યા કરનારા પાકિસ્તાનને ભારતે એવો પાઠ ભણાવ્યો છે કે હવે ત્યાંના લોકો ટીપે-ટીપે પાણી માટે વલખાં મારી રહ્યા છે. ભારત સરકારે પહલગામ હુમલા બાદ 1960ની સિંધુ જળ સંધિને સ્થગિત કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો હતો, જેના કારણે પાકિસ્તાનીઓ હવે ભૂખે મરવા મજબૂર થયા છે. આતંકવાદની ફેક્ટરી ચલાવતા પાકિસ્તાનમાં હવે પીવાના પાણીના પણ ફાંફા પડી રહ્યા છે અને સ્થિતિ અત્યંત ભયાનક બની રહી છે.
ભારતના પગલાંથી અમારા લોકોનું જીવન જોખમમાં : નાયબ વડાપ્રધાન
ભારતના આ પ્રહારથી પાકિસ્તાની શાસકોમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
