
ISIS Attack on US Army: સીરિયામાં ઇસ્લામિક સ્ટેટ જૂથ દ્વારા કરવામાં આવેલા હુમલામાં બે અમેરિકન સૈનિક અને એક અમેરિકન નાગરિકના મોત નિપજ્યા અને ત્રણ ઘાયલ થયા હતા. અમેરિકન સેન્ટ્રલ કમાન્ડે આ વાતની પુષ્ટિ કરી હતી. સંરક્ષણ અધિકારીઓના જણાવ્યા અનુસાર, સીરિયાના પ્રમુખ બશર અલ-અસદને પદભ્રષ્ટ કર્યાના એક વર્ષ પછી, સીરિયામાં અમેરિકન સૈનિકો પરનો આ પહેલો હુમલો છે.
સીરિયાના સુરક્ષા દળોના કર્મચારીઓ પણ ઘાયલ
સેન્ટ્રલ કમાન્ડે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે, મૃતક સૈનિકોની ઓળખ 24 કલાક સુધી જાહેર કરવામાં આવશે નહીં જેથી તેમના પરિવારોને પહેલા જાણ કરી શકાય.
