
– અમેરિકાએ ત્રણ જવાનોનાં મોતનો બદલો લીધો
– પાલ્મીરા પર હુમલા પછી અમેરિકન લશ્કરે ૧૦ ઓપરેશન્સ કરીને ૨૩ આતંકીઓને મારી નાખ્યા
– અમેરિકાએ ઇસ્લામિક સ્ટેટના આતંકીઓને ખતમ કરવા મોટા પાયા પર ઓપરેશન હોક આઇ શરૂ કર્યું
દમાસ્કસ: શાંતિદૂત અમેરિકા તેના પર હુમલો થાય પછી શાંતિને કોરાણે મૂકી દે છે. તેનો વધુ એક પુરાવો તેણે આઇએસના ઠેકાણા પર ભીષણ હુમલો કરી આપ્યો છે. આઇએસે ૧૩ ડિસેમ્બરે ત્રણ અમેરિકનોને ખતમ કરતાં ગિન્નાયેલા અમેરિકાએ આઇએસના ૭૦થી વધુ આતંકી મથકો પર ભીષણ હુમલો કર્યો હતો.
