
Trump’s Controversial Comment On Press Secretary Karoline Leavitt: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ મંગળવારે પેન્સિલવેનિયા પહોંચ્યા હતા, જ્યાં તેમણે મંચ પરથી પોતાના આર્થિક એજન્ડાનો પ્રચાર કરવાનો હતો. આ એક મોટો અવસર હતો કારણ કે રેલીના એક દિવસ પહેલા જ તેમણે અમેરિકન ખેડૂતો માટે 12 અબજ ડોલરના રાહત પેકેજની જાહેરાત કરી હતી. સમગ્ર અમેરિકન જનતા પોતાના પ્રમુખનું ભાષણ સાંભળી રહી હતી. પરંતુ અહીં ફરી એક વાર ટ્રમ્પની જીભ લપસી ગઈ. 79 વર્ષીય પ્રમુખે પોતાના ભાષણ દરમિયાન 28 વર્ષીય વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટના ‘સુંદર ચહેરો’ અને ‘હોઠ’ના ભરપેટ વખાણ કર્યા.
