સુરતમાં તાપી નદી પરનો જહાંગીરપુરા-ડભોલી બ્રિજ રીપેરીંગની કામગીરી અર્થે રાહદારીઓ માટે 11 ફેબ્રુઆરીથી સતત 78 દિવસ બંધ રહેશે

📅 Published: February 10, 2026 | 📂 Category: Uncategorized


Surat Corporation : સુરત પાલિકાના વિવિધ બ્રિજની મરામત માટેની કામગીરી ચાલી રહી છે આ કામગીરીના ભાગરૂપે આવતીકાલે 11 ફેબ્રુઆરીથી તાપી નદી પર બનેલા ડભોલી જહાંગીરપુરા બ્રિજનું કામ શરુ કરવામં આવશે. આવતીકાલથી શરૂ થયેલી કામગીરી 78 દિવસ સુધી ચાલવાની હોય આ બ્રિજ પર વાહન વ્યવહાર બંધ કરાયો છે આ બ્રિજનો ઉપયોગ કરનારા વાહન ચાલકોએ હવે અન્ય વૈકલ્પીક રૂટનો ઉપયોગ કરવો પડશે. 

સુરત મહાનગરપાલિકાની હદ વિસ્તારમાં આવેલ તાપી નદી ૫૨ ડભોલી અને જહાંગીરપુરાને જોડતા રીવરબ્રીજ આવ્યો છે આ પહેલા આ બ્રિજમાં નાના નાના અનેક રીપેરીંગ કરવામા આવ્યા હતા. પરંતુ બ્રિજના હેલ્થ રિપોર્ટમાં આ બ્રિજને વધુ રીપેરીંગની જરૂરીયાત હોવાનો ઉલ્લેખ કરાયો છે. જેના કારણે રીવર બ્રીજના બંને તરફના વેરીંગ કોટને રીપેરીંગ કરવા માટે આોજન કરાયું છે.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *