
Surat News: ગત રવિવારે કોંગ્રેસના 10 મહિલા સક્રિય કાર્યકરોએ રાજીનામા આપ્યા બાદ આ રવિવારે સુરત કોંગ્રેસમાં 14 વર્ષથી મહિલા કોંગ્રેસના વિવિધ હોદ્દા પર રહેલી મહિલા અગ્રણીએ કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. આ રાજીનામા બાદ એવી ચર્ચા થઈ રહી છે કે, સુરતના મહિલા કોંગ્રેસ પ્રમુખ હતા ત્યારે જનતા રેડ બાદ બુટલેગર સાથે થયેલા વિવાદમાં શહેર પ્રમુખે કોઈ ટેકોના આપવા સાથે પ્રમુખની મહિલા માનસિકતા છે આ આક્ષેપ ગત સપ્તાહે પણ કરવામાં આવ્યો છે. સુરત શહેરમાં નવા પ્રમુખની નિમણૂક બાદ એક બાદ એક રાજીનામા કોંગ્રેસ માટે પાલિકાની આગામી ચૂંટણી માટે પડકાર બની શકે છે.
જનતા રેડ અને શહેર પ્રમુખની ભૂમિકા પર સવાલ
સુરત પાલિકાની આગામી ચૂંટણી માટે કાઉન્ટ ડાઉન થઈ ચૂક્યું છે અને રાજકીય પક્ષો જુદા જુદા મુદ્દે લોકો પાસે જવા માટે અત્યારથી જ આયોજન કરી રહ્યાં છે.
