
Surat : સુરતના કતારગામ-અમરોલી વિસ્તારમાં ટ્રાફિક સમસ્યા ઘટાડવા માટે ગજેરા સર્કલ પાસે રત્નમાલા બ્રિજ બનાવવાની કામગીરી મંથર ગતિએ ચાલતી હતી. માંડ કાંસાનગરથી અમરોલી તરફ જતો એક તરફનો ભાગ તૈયાર થઈ ગયો હતો પરંતુ નેતા પાસે સમય ન હોવાથી આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે. જોકે, આ બ્રિજનું લોકાર્પણ થતું હતું ત્યારે બ્રિજ વિભાગ અને પાલિકાની અણઘડ કામગીરી જોવા મળી હતી. બ્રિજ નિર્માણમાં બીજી તરફ આવેલી શાળાના વિદ્યાર્થીઓની અવરજવર માટે ધ્યાન રખાયું ન હોવાથી બ્રીજના લોકાર્પણ સમયે જ સ્કૂલના વિદ્યાર્થીઓ રેલીંગ કુદી શાળાએ જતાં જોવા મળ્યા હતા તે ચર્ચાનો વિષય બન્યો છે.
કતારગામ ગજેરા સર્કલથી અમરોલીને જોડતા રત્નમાલા જંકશન બ્રિજ પર 62 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે અને આજે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.
