સુરત પાલિકાની ચૂંટણી પહેલા કતારગામની ટીપી સ્કીમના રિઝર્વેશન મુદ્દે મોટી જાહેરાત થાય તેવી શક્યતા

📅 Published: February 10, 2026 | 📂 Category: Uncategorized


Surat Corporation : સુરત પાલિકાના કતારગામ ઝોનમાં લાંબા સમયથી ત્રણ ટીપી સ્કીમમાં રહેણાંક મિલકત પર મુકાયેલા રિઝર્વેશન મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે. આગામી પાલિકાની ચૂંટણીમાં આ વિવાદના શાસકો માટે આફત બની શકે તેમ છે. આવા સમયે સુરતના મેયર-સ્થાયી સમિતિ અધ્યક્ષે રાજ્ય સરકારમાં આજે કરેલી રજૂઆત બાદ પાલિકાની ચૂંટણી પહેલાં  કતારગામની ટીપી સ્કીમના રિઝર્વેશન મુદ્દે મોટી જાહેરાત થાય તેવી શક્યતા વધી ગઈ છે. સુરતના મેયર-સ્થાયી સમિતિ અધ્યક્ષે નાયબ મુખ્યમંત્રી, શહેરી વિકાસ મંત્રીને રજુઆત બાદ મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી ફરી વખત પ્રજાહિતમાં રિઝર્વેશન દૂર કરવા માટેની માંગણી કરવામાં આવી હતી. 

સુરત પાલિકાના કતારગામ ઝોનમાં ત્રણ ટીપી સ્કીમ નંબર 49-50 અને 51માં રહેણાંક સોસાયટી પર અને સોસાયટીની વાડી કે સમાજની વાડી પર રિઝર્વેશન મુકી દેવામાં આવ્યા હતા.

Read more


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *