Surat Corporatipn : સુરત પાલિકાના સેન્ટ્રલ ઝોનમાં સાંઈબાબા મંદિર પાસે આવેલી પાલિકાની વધુ એક મિલકતમાં વર્ષોથી યુનિયનોએ કબજો જમાવ્યો હતો. તેને ખાલી કરવા માટે તબક્કાવાર નોટિસ આપ્યા બાદ પાલિકાએ આજે સવારે આ મિલકતનો કબજો લઈ લીધો છે. યુનિયન દ્વારા વાંધા સાથે નોટિસ સ્વીકારી સમય માંગ્યો હતો જોકે, પાલિકાએ ત્રણ વખત નોટિસ બાદ પણ મિલકત ખાલી ન કરતા આજે મિલ્કત પાલિકા હસ્તગત કરી લીધી છે. પાલિકાના સેન્ટ્રલ ઝોનમાં વોર્ડ નં.12, નોંધ નં.1107 વાળી મિલ્કત ગ્રાઉન્ડ ફલોર સાથે એક માળવાળી મિલકત જે ઈશ્વર નાયક ભવન તરીકે ઓળખાઈ છે તેનો ઉપયોગ સુરત સુધરાઈ કામદાર (સ્ટાફ) મંડળ દ્વારા કરવામાં આવતો હતો. આ મિલકત યુનિયનોને 1960 થી 1965 ની આસપાસ લીઝ પર આપવામાં આવી હતી.
સુરત પાલિકાની વધુ એક મિલકતમાંથી યુનિયનનો ગેરકાયદે કબજો દૂર કરી મિલકતનો કબજો લેવાયો
📅 Published: January 2, 2026 |
📂 Category: Uncategorized
