સેન્ટ ઝેવિયર્સ લોયલા સ્કૂલ ICSE બોર્ડમાં જોડાણ કરી શકે:સંમતિ માટે મિટિંગ કરી વિદ્યાર્થીઓને વિકલ્પ અપાયો; વાલીઓએ કહ્યું- બાળકોને નુકસાન ન થવું જોઈએ

📅 Published: November 18, 2025 | 📂 Category: Uncategorized

અમદાવાદની પ્રતિષ્ઠિત સેન્ટ ઝેવિયર્સ લોયલા સ્કૂલ ગુજરાત બોર્ડ સાથે છેડો ફાડવાની તૈયારી કરી રહ્યું છે. સ્કૂલને ગુજરાત બોર્ડમાંથી ટ્રાન્સફર કરીને ICSE બોર્ડ સાથે જોડાણની વિચારણા કરવામાં આવી છે, જેથી હવે વાલીઓ અને વિદ્યાર્થીઓ ચિંતામાં મુકાયા છે. જેના કારણે આજે સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા વાલીઓ સાથે મિટિંગ કરવામાં આવી હતી. ICSE બોર્ડમાં લેવા માટે વાલીઓની સંમતિ લેવા માટે મિટિંગમાં ચર્ચા કરવામાં આવી હતી. મિટિંગમાં વિદ્યાર્થીઓને વિકલ્પ આપવાની પણ વાત સ્કૂલના મેનેજમેન્ટ દ્વારા કરવામાં આવી છે, પરંતુ વાલીઓ ચિંતામાં આવીને કહી રહ્યા છે કે ICSE બોર્ડમાં જાય તો અમને કોઈ વાંધો નથી, પરંતુ વિદ્યાર્થીઓના અભ્યાસ પર કોઈ અસર ન થવી જોઈએ. સ્કૂલ ICSE બોર્ડમાં જોડાશે તો ફીમાં વધારો થશે
સેન્ટ ઝેવિયર્સ લોયલા સ્કૂલમાં અત્યારે 2500 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. છેલ્લા ઘણા વર્ષથી સ્કૂલ ગુજરાત બોર્ડ હેઠળ ચાલી રહી છે, પરંતુ હવે અચાનક સ્કૂલ દ્વારા ગુજરાત બોર્ડના કારણે ICSE બોર્ડ સાથે જોડાણ કરવાની તૈયારી કરવામાં આવી છે. જેથી વાલીઓ પાસે સ્કૂલને ICSE બોર્ડમાં તબદીલ કરવાને લઇ વાલીઓ પાસે સહીઓ પણ લેવામાં આવી છે. જો કે, અત્યારે ICSE બોર્ડમાં જવાની મંજૂરી લેવામાં આવે તો પણ આગામી 12 વર્ષ સુધી તો ગુજરાત બોર્ડ ચાલુ રાખવું પડી શકે છે. જો સ્કૂલ ICSE બોર્ડમાં સાથે જોડાય તો ફીમાં પણ વધારો થઈ શકે તેવી પણ શકયતા જોવા મળી રહી છે. વાલીઓને વિદ્યાર્થીઓના અભ્યાસની ચિંતા
કારણ કે, જે વિદ્યાર્થીઓ પહેલા ધોરણમાં છે, તે વિદ્યાર્થીઓ ICSE બોર્ડમાં જવાનો ઇન્કાર કરે તો જ્યાં સુધી ધોરણ 12 સુધીનો અભ્યાસ પૂર્ણ ન કરે ત્યાં સુધી તેમને ગુજરાત બોર્ડ ચાલુ રાખી પડી શકે છે. જો કે, મિટિંગમાં વાલીઓએ વિદ્યાર્થીઓના અભ્યાસની ચિંતા કરી હતી. ઘણા વાલીઓની માગ હતી કે, ICSE જેવાં અન્ય બોર્ડના અભ્યાસ કરાવવામાં આવે. અમદાવાદમાં 4થી 5 જેટલા સ્કૂલ ICSE બોર્ડમાં છે, આજુબાજુમાં 5 કિલોમીટર વિસ્તારમાં અન્ય કોઈ સારી સ્કૂલ નથી. જેથી મિટિંગમાં હાજર વાલીઓએ નવું બોર્ડ કેવું હશે તેને લઈને ચિંતા હતી. કારણ કે જો અચાનક સ્કૂલ ICSE બોર્ડમાં જોડાણ થાય તો વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર થઈ શકે છે. સેન્ટ ઝેવિયર્સ લોયલા સ્કૂલ દ્વારા ભવિષ્યને ધ્યાનમાં રાખીને નિર્ણય કરવામાં આવ્યો હોવાનો દાવો કર્યો છે. ભવિષ્યને ધ્યાનમાં રાખીને બોર્ડ બદલવાનું વિચારીએ છીએઃ મેનેજર
સેન્ટ ઝેવિયર્સ લોયલા સ્કૂલના મેનેજર ફાધર પેટ્રિક એરોકિયમ જમાવ્યું હતું કે, ICSE બોર્ડમાં જવા માટે વાલીઓ સાથે મિટિંગમાં ચર્ચા કરવામાં આવી. સ્કીલ બેઝ એજ્યુકેશન અને ઇન્ટરનેશનલ ક્વોલિટીના કારણે ICSE બોર્ડમાં જવાનું નક્કી કર્યું છે. ભવિષ્યને ધ્યાનમાં રાખીને બોર્ડ બદલવાનું વિચારીએ છીએ. AI અત્યારે ખૂબ વધી રહ્યું છે, બધા બોર્ડ સારા જ છે પરંતુ વિદ્યાર્થીઓને વિકલ્પ આપવા માંગીએ છીએ. મિટિંગમાં વિદ્યાર્થીઓ મુંઝવણમાં જોવા મળ્યા હતા. શરૂઆત હોવાથી વાલીઓમાં બધા પ્રશ્નોના ચોક્કસ જવાબ આપી શકતા નથી. ફી અને વિદ્યાર્થીઓના અભ્યાસને લઈને વાલીઓ ચિંતામાં હતા. ICSE દ્વારા મંજૂરી મળે તો પણ 12 વર્ષ સુધી તો ગુજરાત બોર્ડ ચાલુ રાખવું પડે. ગુજરાત બોર્ડ બંધ કરીને ICSE બોર્ડ લાગુ ન કરવું જોઈએઃ વાલી
પ્રવિણસિંહ નામના વાલીએ જણાવ્યું હતું કે, ICSE બોર્ડ લાગુ કરવાની પ્રસ્તાવના આજે વાલીઓ સાથેની મિટિંગમાં મૂકવામાં આવી હતી. ICSE બોર્ડના ફાયદાઓ પણ સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા કહેવામાં આવ્યા હતા. પરંતુ અમારું કહેવું એમ છે કે ICSE બોડ લાગુ કરવું હોય તો કરે પરંતુ અત્યારે જે ગુજરાત બોર્ડમાં ભણે છે તેમને કોઈપણ જાતનું નુકસાન ન થવું જોઈએ. વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખી ICSE બોર્ડ લાગુ કરવું જોઈએ. ગુજરાત બોર્ડ બંધ કરીને ICSE બોર્ડ લાગુ ન કરવું જોઈએ. પરંતુ સ્કૂલ દ્વારા ગુજરાત બોર્ડ ચાલુ રાખવાની ખાતરી આપવામાં આવી છે.


📱 Share on WhatsApp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *