
રવિવારની રજા પણ રદ થઈ જતાં નારાજગી : શિક્ષણ, ચૂંટણી પંચની કામગીરી વચ્ચે લોકોને બસમાં લઈ જવાની જવાબદારી સોંપાતાં શિક્ષકોમાં ગણગણાટ : જૂનાગઢ તાલુકાના શિક્ષકોને ગામડામાંથી લોકોને જૂનાગઢ લાવવાના છે અને બસ સરદારબાગ કચેરી ખાતેથી ઉપડશે
જૂનાગઢ, : તા. 11ના સોમનાથ સ્વાભિમાન કાર્યક્રમમાં મેદની એકત્ર કરવા માટે જૂનાગઢ તાલુકાના શિક્ષકોને લોકોને બસમાં લઈ જવાની જવાબદારી સોંપવામાં આવી છે. શિક્ષણ અને ચૂંટણી પંચની કામગીરી વચ્ચે આ વધારાની જવાબદારી સોંપી રવિવારની રજા પણ રદ કરી નાખવામાં આવતા આંતરિક ગણગણાટ શરૂ થયો છે.
સોમનાથમાં આયોજિત કાર્યક્રમમાં મેદની એકત્ર કરવા માટે તંત્ર ઊંધા માથે થઈ ગયું છે.
